For શાહબુદ્દીન રાઠોડ fans .. - 2

Copied from Hiren's Blog.

જનરલ જસવંતસિંહજી એક ગામડામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર ઘરની દીવાલો પર દોરાયેલાં વર્તુળો તરફ ગઈ.

જનરલને આશ્ચર્ય થયું. પ્રત્યેક વર્તુળના સેન્ટરમાં ગોળીનું નિશાન હતું. કોઈ નિષ્ણાત નિશાનબાજે નિશાનો લીધાં હોય તેવું જણાતું હતું. ગામ નાનું હતું. જનરલે જીપ ઊભી રખાવી. સાથેના જવાનને આ નિશાનબાજની તપાસ કરવા જણાવ્યું.

થોડી વારમાં જવાન એક યુવાનને લઈ આવ્યો. તેની પાસે બંદૂક હતી.
જનરલે પૂછ્યું : ‘આ બધાં નિશાન તમે લીધા છે ?’ આવનાર ગ્રામીણ યુવાને હા કહી.
જનરલે કહ્યું, ‘તમે સારા નિશાનબાજ છો. તમારી નિશાનબાજી જોઈ મને આનંદ થયો. આર્મી કે પોલીસમાં સર્વિસ કરો છો ?’

યુવાને કહ્યું, ‘ના સાહેબ. હુ તો ખેતી કરું છું. આ બધાં નિશાન મેં લીધાં છે, પરંતુ આપ ધારો છો એવું અઘરું આ કામ નથી. હું પ્રથમ તો ગોળીબાર કરી પછી ફરતું ચક્કર દોરી નાખું છું.’

જનરલે કહ્યું : ‘હવેથી પ્રથમ ચક્કર દોરી પછી ગોળીબાર કરજો.’ માનવી પહેલું કાર્ય કરી લે છે અને પછી તેને વાજબી ઠેરવતું ફરતું વર્તુળ દોરે છે.આમ તો વાજબી ઠેરવવા પ્રયાસ કરવો પડે એવું કામ જ ન કરીએ તો ?

ऐसी बानी बोल कहे ना झुठ,
ऐसी जगह बैठ कहे ना उठ
(क़बीर)

One Liner :

જે મળવા આવે તયારે હરખનુ ગાડુ લેતા આવે અને જાય તયારે ઝીણા દરદનુ પોટલું મુકતા જાય ઍને પ્રીયજન કહેવાય.

2 comments:

Jaydip Mehta (JD)
http://jaydipmehta.blogspot.com