ગુજરાતીઓ નું હિન્દી

Copied from Kathiyawadi (કાઠિયાવાડી) blogger's this blog.

જો ગુજરાતી, ખાસ કરીને કાઠિયાવાડી, લોકો ની મશ્કરી કરવી હોય તો એમને હિન્દી માં બોલવા માટે મજબૂર કરો ! એમાંય વળી ક્યોંકી સાસ ભી કભી બહુ થી માં કેતકી દવે નાં હિન્દી એ ગુજરાતીઓ ને કુખ્યાત બનાવી દીધા છે (અરરર...).

હું જ્યારે બારમા ધોરણ પછી આંધ્ર માં ભણવા ગ્યો ત્યારે મને નો અંગ્રેજી આવડે કે નો હિન્દી બોલતા આવડે. શરુઆત માં તો મારી હાલત બહુ કફોડી થઈ’તી કેમ કે સીનીયર વિદ્યાર્થીઓ એ ragging period માં મને બીજા ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે પણ હિન્દી માં વાત કરવાનો હુકમ કઈરો કે જેથી મારુ હિન્દી સુધરે. હું બધા ગુજરાતીઓ ની જેમ હિન્દી સમજુ ખરો પણ જ્યારે બોલવાનું આવે ત્યારે ફાંફા મારવા પડે. Even ચોથા વરસે પણ મારા હિન્દી માં ગુજરાતી ની એટલી છાંટ રહેતી કે હું જ્યારે હિન્દી ગીત ઊંચા અવાજે ગાતો ત્યારે મારો South Indian (!!) મિત્ર કહેતો, “હિરેન, please હિન્દી મેં ગાયા કર યાર, not in ગુજરાતી!” કાઠિયાવાડી હોવાને લીધે બીજી એક ભૂલ ‘શ’ અને ‘સ’ નાં ઉચ્ચાર માં કરતો. કૉલેજ માં ગ્યા પહેલા કોઈ દિ’ આવુ વિચારેલુ જ નહિ કે હું મુકેશ, સુરેશ ને મુકેસ, સુરેસ ની જેમ જ ઉચ્ચારું છું.અહિં, મારો એક ગુજરાતી ભાઈબંધ પણ આ જ વાત ઉપર હસતો હતો. એનાં ઘરે એક ભારતીય બૅન્ક નો માણસ આવેલો. પુછતો હતો કે ભારત માં રહેલ ખાતા માં કેટલા રૂપીયા છે. મારા મિત્ર નાં મમ્મી ને કહેવું હતું કે થોડીક રકમ છે..એટલે હિન્દી માં બોલ્યા, ”થોડા ઘણાં હૈ!”

... કહેવું હતું કે થોડીક રકમ છે..એટલે હિન્દી માં બોલ્યા,
”થોડા ઘણાં હૈ!”

બીજો એક રમૂજી પ્રસંગ. મારી સાથે આંધ્ર માં ગુજરાત ની બેઠકો ઉપર આવેલ વિદ્યાર્થીઓ માં એક જણ મૂળ કેરળ નો હતો અને એના પપ્પા મોરબી માં કામ કરતા. એક વાર ઓળખાણ થઈ એટલે એ અમારા ઘરે આવેલ. હવે મારા પૅરેંટ્સ નું હિન્દી (અંગ્રેજી ની વાત નહિં કરવાની ;)) તો મારા થી પણ ખરાબ અને પે’લા કાકા ને ગુજરાતી નો’ આવડે. એટલે મારા પપ્પા ને હિન્દી માં બોલતા જોઈને હું અને મારો ભાઈ ખુબ હસતા. એટલે મારા પપ્પા પે’લા કાકા ને ક્યે, “ મુઝે ઝ્યાદા હિન્દી બોલને કી ટેવ નહિં હૈ ના, ઇસીલિયે યહ બચ્ચે લોગ દાંત કાઢતે હૈ!!” (જેમને જાણ નો હોય એમના માટે: કાઠિયાવાડ માં દાંત કાઢવુ = હસવુ)

... પે’લા કાકા ને ક્યે, “ મુઝે ઝ્યાદા હિન્દી બોલને કી ટેવ નહિં હૈ
ના, ઇસીલિયે યહ બચ્ચે લોગ દાંત કાઢતે હૈ!!”

6 comments:

  1. સૌપ્રથમ ખુબ ધન્યવાદ તમારા સંકલન માટે. ઘણૉ સરસ બ્લોગ વાંચ્યો લાંબા સમય બાદ.
    ગુજરાતી ભાષાની સૌથી અનેરી મઝાતો ઉચ્ચારણમાં(કે પછી ખામીઓ) છે જેમકે...

    (ગુજરાતી ઉચ્ચારણ)પોલીસ (યોગ્ય ઉચ્ચારણ)પુલિસ
    (ગુજરાતી ઉચ્ચારણ)ડોક્ટરોની હડતાલ (યોગ્ય ઉચ્ચારણ)ડોક્ટર્સની હડતાલ
    (ગુજરાતી ઉચ્ચારણ)કપબોર્ડ (યોગ્ય ઉચ્ચારણ)કબર્ડ
    (ગુજરાતી ઉચ્ચારણ)પ્લંબર (યોગ્ય ઉચ્ચારણ)પ્લમર
    (ગુજરાતી ઉચ્ચારણ)કોમ્પયુટર (યોગ્ય ઉચ્ચારણ)કમ્પયુટર

    આવીતો ઘણી બધી વસ્તુઓછે જે પ્રસંગોપાત મળતી રહેતી હશે તમને પણ ;)

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. ધન્યવાદ હીરેન,
    તુમ્હારી વાત તો સહી હે.
    હર રોજ કિ ઐસિ કઇ સારી બાતે હોગી જો હમે ખબર તક નહિ હે. જબ ધ્યાન સે ઐસિ બાતો કો કાઢને બેઠતે હે તબ ખબર પડતા હે કિ ઐસિ નાનિ નાનિ બાતે કેવડી મોટી હોતિ હે.

    ReplyDelete
  5. Greate Going man..!!

    This one is very nice..!!

    I really appreciate you..!!


    Enjoy..

    ReplyDelete
  6. @Sarkaar:
    Welcome on my blog dear. મે તમારે જેસે લોગો કી રાહ હી જો રહા થા ..

    ReplyDelete

Jaydip Mehta (JD)
http://jaydipmehta.blogspot.com