... આવે છે

દૂર દેશ વસ્યું ધબકતું એક ગામ યાદ આવે છે
વાળુ ટાણે જાણે માનો મીઠો સાદ આવે છે

'ચોરતા હતા બચપણમાં કાચી કેરીઓ હવે ક્યાં ખોવાયા છો?'
ક્યારેક સ્વપનમાં ખેતર લઈને આ ફરિયાદ આવે છે.

પરદેશમાં મળે તો છે ભોજન ભાતભાતનાં ન ખૂંટે એવાં
આંબા તળે માણેલા ક્યાં મરચું રોટલાનાં સ્વાદ આવે છે ?

શીખ્યા અમે ભાષા પરદેશી, ને ભાષાઓ અનેક યંત્રોની પણ
ક્યાં બસંતીની બકબક, કે એમાં ગબ્બર-ઠાકુરના સંવાદ આવે છે ?

અલ્લાહનો પૈગામ આપતી, નથી વિસરાતી એ મીઠી અઝાન
ઢંઢોળતો જે મહાદેવનું ધ્યાન, યાદ હજુ એ શંખનાદ આવે છે.

કોરો વરસાદ, કોરી હવા, ને કોરા સમયનો છે સાથ અહીં
બે ટીપાં ભીંજાઈ લઈએ, જો વતન વાવડનાં વરસાદ આવે છે

5 comments:

 1. જયદીપભાઇ,
  આ કૃતિ "વો કાગઝ કી કસ્તી વો બારીશ કા પાની"ની યાદ અપાવી ગઈ. બહુ સરસ...
  -હરસુખ થાનકી

  ReplyDelete
 2. તમારો ખુબ ખુબ આભાર હરસુખભાઈ.

  ReplyDelete
 3. Lovely poem! I miss India all the time. Poem explains why.

  ReplyDelete
 4. Thanks, Maulik.
  Actully I read this poem on my friends' scrapbook. It touched me and so immediately I posted it.

  ReplyDelete

Jaydip Mehta (JD)
http://jaydipmehta.blogspot.com