... જવાના

Copied from here.

By હર્ષ બ્રહ્મભટ્ટ..

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !

4 comments:

  1. જયદીપભાઈ,
    મારા બ્લોગ પર તમારી કોમેન્ટ બદલ ખૂબ ખૂબ આભાર. તમે કહ્યું એ જ રીતે બ્લોગસ્પોટ પર મારા બ્લોગ મળી ગયા, પણ ત્યાં સુધીમાં મન એટલું ખાટું થઈ ગયું કે હવે વર્ડપ્રેસ પર મારા બ્લોગ છે.

    ReplyDelete
  2. હરસૂખભાઈ,
    જાણી ને ઘનો જ આનંદ થયો કે તમારા બ્લોગ પાછા મલી ગયા.

    ReplyDelete
  3. Thanks Chinmai.
    હર્ષ બ્રહ્મભટ્ટji a je sabdo upyog karya chhe a kharekhar daad mangi le eva chhe ..

    ReplyDelete

Jaydip Mehta (JD)
http://jaydipmehta.blogspot.com