પ્રીતનો એ નાતો

Pasting from received mail. Not too good. But neither it is too bad not to post.

પ્રીતનો
નાતો, વરસાદી રાતોની વાતોની યાદો મોઘમ છે
તું હજીયે આંખોમાં અકબંધ છે, તું હજીયે શ્વાસોમાં અકબંધ છે.

ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય

જેની શરૂઆત નથી, જેનો કોઇ અંત નથી
એવો તું શાશ્વત નિબંધ છે

જોઇ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી દુપટ્ટો બનવા હું તરસું

આંખોમા તારી બનાવીશ હું ઘર
છોને દુનિયાના દરવાજા બંધ છે

પહેલો વરસાદ અને પહેલું મિલન અને પહેલી તે વિશે શું કહું
પળની મજા કંઇ કહેવાથી સમજાય નહીં ચાલે તમે કો'કે હું કહું

ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો પ્રેમનો સંબંધ છે

2 comments:

  1. સરસ છે.

    હમણા થોડા દિવસ પહેલા કઇક રમૂજી વાંચ્યું તે પણ આવું જ કઇક હતું... :P May be not the right place to share but this poetry reminded me of this બુધવારની બપોરે article from Gujarat Samachar.

    ReplyDelete
  2. He he .. Nice funny article..

    ReplyDelete

Jaydip Mehta (JD)
http://jaydipmehta.blogspot.com