Sania needs to learn from Sachin

Coped from Divya Bhaskar Gujarati.

ક્રિકેટર સચિન તેંડુલકરને પોતાના આદર્શ તરીકે ગણતી ટેનિસ ખેલાડી સાનિયા મિઝાર્એ ભારતમાં ટેનિસ નહીં રમવાના કરેલા નિણર્યને બદલવા માટે ત્રિરંગાના વિવાદમાં ફસાયેલા માસ્ટર બેટ્સમેન સહિત એવા ક્રિકેટરો પાસેથી પાઠ શીખવાની જરૂર છે જેઓ દેશના રમતપ્રેમીઓના આક્રમક અભિગમનો વારંવાર શિકાર બનતા રહ્યા હતા.

કયારેક પોતાના પહેરવેશ, કયારેક મસ્જિદમાં શૂટિંગ અને હવે રાષ્ટ્રઘ્વજના અપમાનના આક્ષેપોથી સ્તબ્ધ થયેલી સાનિયાએ ભારતમાં નહીં રમવાનો નિણર્ય કર્યોછે અને તે બેંગલોર ઓપનમાં રમવાની નથી.

ત્રિરંગાના અપમાન અંગેના વિવાદમાં ફસાયેલી સાનિયા પ્રથમ ખેલાડી નથી. તેના પહેલાં સચિન જેવા સ્ટાર ખેલાડીને પણ આ પ્રકારના વિવાદમાંથી પસાર થવું પડયું છે. તેમ છતાં તે આજે દેશના કરોડો લોકોની ધડકન બની ચૂકયો છે.

ભારતીય ટીમ જયારે ગયા માર્ચ મહિનામાં વલ્ર્ડકપ રમવા ગઇ હતી ત્યારે સચિનના જન્મદિવસે જમૈકામાં ભારતીય રાજદૂત દ્વારા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સચિને રાષ્ટ્રઘ્વજના રંગથી બનેલી કેકને કાપી હતી. આ સમાચારને જોરશોરથી પ્રસારિત કરવામાં આવ્યા હતા. સચિન સામે ઇન્દોર અને દિલ્હીમાં કેસ દાખલ કરવામાં પણ આવ્યો હતો.

sachin_saniaસાનિયા સાથે પણ આવી જ ઘટના બની છે. હોપમેન કપ દરમિયાન તેનો એક ફોટો પ્રસ્તુત થયો હતો જેમાં તે ત્રિરંગા સામે પગ ચઢાવીને બેઠી હતી. આ બાબતે વિવાદ સર્જાયો હતો અને તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

સાનિયા એટલી બધી અકળાઇ ગઇ હતી કે તે ટેનિસ છોડવાનો નિણર્ય કરી ચૂકી હતી. સાનિયાએ એક સમયે સચિનને પોતાના આદર્શ તરીકે વણર્વ્યો હતો અને હવે લાગી રહ્યું છે કે તેણે પોતાના આદર્શ ખેલાડી પાસેથી પાઠ શીખવાની જરૂર છે. ભારતમાં નહીં રમવાના નિણર્યના કારણે સાનિયાએ વિવાદને આમંત્રણ આપ્યું છે.

કપિલદેવ સામે મેચફિકિસંગના આક્ષેપો થયા ત્યારે તે ટીવીમાં ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડયો હતો. સુનિલ ગાવસ્કરે કોલકાતાના પ્રેક્ષકો દ્વારા બોલાવવામાં આવેલા હુરિયા બાદ ઇડન ગાર્ડન્સમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો.

જોકે ગાવસ્કરે પોતાની ભૂલ કબૂલ કરીને જણાવ્યું હતું કે અહીંનાં લોકો મને ચાહે છે. વલ્ર્ડકપ ૨૦૦૩ના પ્રારંભિક તબક્કામાં જયારે ભારતીય ટીમ સારો દેખાવ ના કરી શકી ત્યારે ખેલાડીઓના નિવાસસ્થાને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment

Jaydip Mehta (JD)
http://jaydipmehta.blogspot.com